કાશ્મીરના પુર્વ રાજ્યપાલે પુલવામાં અટૈકને લઇને પીએમ મોદી ઉપર કેમ ઢોળી જવાબદારી

0
158

જમ્મુ અને કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે 2019મા પુલવામાં હુમલા માટે કેન્દ્રની મોદી સરકારને જવાબદાર ઠેરવ્યું છે તે સિવાય તેઓએ  અનેક સનસનાટીભર્યા દાવા કર્યા છે. તેણે આરોપ લગાવ્યો છે કે 2019માં કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલો હુમલો સિસ્ટમની ‘અક્ષમતા’ અને ‘બેદરકારી’નું પરિણામ હતું.મલિકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભ્રષ્ટાચાર પ્રત્યેની કથિત ‘ઝીરો ટોલરન્સ’ નીતિ પર પણ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે, અને દાવો કર્યો છે કે પીએમ ભ્રષ્ટાચારને બહુ ધિક્કારતા નથી.તેઓએ કાશ્મીરમાં ધારા 370 હટાવવા અને આર એસ એસના વરિષ્ઠ નેતા રામ માધવને લઇને પણ અનેક આરોપો લગાવ્યા છે ,જેના કારણે હાલ સમગ્ર દેશની રાજનીતિમાં ભુકંપ જેવી સ્થિતિ સર્જાઇ છે અને વિપક્ષ સીધી રીતે ભાજપ અને પીએમ મોદીને ઘેરી રહ્યો છે,