બિહારમાં ફરી સર્જાયો લઠ્ઠાકાંડ,14ના મોત ,6 ગંભીર

    0
    134

    બિહારમાં ફરી એકવાર નકલી દારૂનો કહેર જોવા મળ્યો છે. બિહારના મોતિહારી જિલ્લામાં નકલી દારૂ પીવાથી 14 લોકોના મોત થયા છે. આ ઉપરાંત લગભગ 6 લોકોની હાલત ગંભીર છે. આ તમામની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. દર્દીઓએ પોતે જ ડોક્ટરોને કહ્યું હતું કે તેઓએ દારૂ પીધો હતો જેના પછી તેમની તબિયત બગડી હતી.બિહારના મોતિહારી જિલ્લાના લક્ષ્મીપુરમાં ગામમાં નકલી દારૂને કારણે હાહાકાર જોવા મળ્યો છે. નકલી દારૂ પીવાથી 14 લોકોના મોત થયા છે અને લગભગ અડધો ડઝન લોકોની તબિયત લથડી છે. આરોગ્ય વિભાગની ટીમને આ ગામમાં મોકલવામાં આવી છે. નકલી દારૂના સેવનના મામલાની તપાસ માટે પ્રોડક્ટ સુપરિન્ટેન્ડેન્ટના નેતૃત્વમાં એક ટીમની રચના કરવામાં આવી છે.