માફિયા અતીક અહેમદના પુત્ર અસદને શનિવારે સવારે 10 વાગ્યે કસારી-મસારી કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો. આ દરમિયાન યુપી પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી. અતીકના નાના હામિદ અલી સહિત 20 થી 25 સંબંધીઓને કબ્રસ્તાનની અંદર જવા દેવામાં આવ્યા હતા. સુરપદ-એ-ખાકની પ્રક્રિયા દરમિયાન ડ્રોન દ્વારા કબ્રસ્તાન પર નજર રાખવામાં આવી હતી.નોંધનીય છે કે ગુરુવારે અતીક અહેમદના પુત્ર અસદ અને શૂટર ગુલામનું યુપી એસટીએફે અન્કાઉન્ટર કર્યુ હતુ હત્યા કેસમાં જ બંને વોન્ટેડ ગુનેગાર હતા, જેમના પર યુપી પોલીસે 5-5 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. ઉમેશ પાલ 2005ના રાજુ પાલ હત્યા કેસમાં મુખ્ય સાક્ષી હતો. 24 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજમાં ઉમેશ પાલની ધોળાદાડે હત્યા કરવામાં આવી હતી.