NCP કર્ણાટક વિધાનસભામાં 40-45 બેઠકો પર લડશે

0
664

કર્ણાટક વિધાન સભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે.તમામ પક્ષોએ ચૂંટણી માટે કમર કસી છે .ત્યારે હવે એનસીપીએ પણ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ નેતાઓ સાથે વિપક્ષી એકતાના નામે શરદ પવારની બેઠકના એક દિવસ બાદ તેમની પાર્ટી એનસીપીએ જાહેરાત કરી હતી કે તે આગામી મહિને કર્ણાટકમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવી શકે છે. એનસીપી 10 મેના રોજ યોજાનાર કર્ણાટકની વિધાનસભા ચૂંટણીમાં 40-45 બેઠકો પર ચૂંટણી લડવાની યોજના બનાવી રહી છે. અહીં ભાજપ, કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે ત્રિકોણીય મુકાબલો છે. આ નિર્ણય જે વ્યાપક વિપક્ષી એકતા માટે મોટો આંચકો હોઈ શકે છે તે કથિતરૂપે એનસીપી દ્વારા તાજેતરમાં તેનો રાષ્ટ્રીય દરજ્જો ગુમાવ્યા પછી લેવાયો છે. એનસીપી નેતા પ્રફુલ્લ પટેલે કહ્યું કે અમે અમારો રાષ્ટ્રીય દરજ્જો ફરી પ્રાપ્ત કરવા માટે પગલાં ભરવાની તૈયારી કરી રહ્યા છીએ.