રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા રદ્દ થયા બાદ તેમણે સરકારી બંગલો ખાલી કર્યો છે. કોંગ્રેસના નેતા અને કેરળના વાયનાડના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ 12 તુગલક રોડ પર આવેલ સરકારી નિવાસસ્થાન ખાલી કરી દીધું છે. તેમનો સામાન 10 જનપથ ખાતે માતા સોનિયા ગાંધીના નિવાસ સ્થાને શિફ્ટ કરવામાં આવ્યો છે. સાંસદપદ ગયા બાદ તેમને આ બંગલો ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી. સુરત કોર્ટે માનહાનિના કેસમાં તેમને 2 વર્ષની કેદની સજા ફટકારી હતી.જે બાદ રાહુલ ગાંધીને જામીન મળી ગયા હતા