1 જૂલાઈથી શરુ થશે અમરનાથ યાત્રા,17 એપ્રિલથી  રજીસ્ટ્રેશન કરી શકાશે

0
170

આ વર્ષે અમરનાથ યાત્રા 1 જૂલાઈથી શરુ થવાની છે. યાત્રા માટે રજીસ્ટ્રેશન 17 એપ્રિલથી ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે કરી શકાશે. કાશ્મીર ઘાટીના અનંતનાગ જિલ્લામાં અમરનાથની વાર્ષિક તીર્થયાત્રાનું મેનેજમેન્ટ શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ કરે છે.શ્રાઈન બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી ઉમંગ નરુલાએ કહ્યું કે, આ વખતની સુવિધા 500 યાત્રીઓ માટે દરરોજ બંને માર્ગ માટે ઉપલબ્ધ રહેશે. આ વર્ષે 62 દિવસ આ યાત્રા ચાલશે. યાત્રાની જાહેરાત કરવા દરમ્યાન જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ કહ્યું કે રાજ્ય સરકાર સુચારુ તથા મુશ્કેલી વિના તીર્થ યાત્રા સુનિશ્ચિત કરવા માટે કટિબદ્ધ છે. તેમણે કહ્યું કે, અમે આવનારા તમામ શ્રદ્ધાળુઓ અને સેવા પ્રદાતાઓને સર્વશ્રેષ્ઠ સ્વાસ્થ્ય સેવા અને અન્ય જરુરી સુવિધાઓ આપશે. તીર્થયાત્રા શરુ થતા પહેલા દૂરસંચાર સેવાઓને ચાલૂ કરી દેવામાં આવશે. 62 દિવસીય શ્રી અમરનાથજી યાત્રા આ વર્ષે 1 જૂલાઈથી શરુ થશે અને તેનું સમાપન 31 ઓગસ્ટ 2023ના રોજ થશે.