Home State Gujarat ખેડુતે પીળુ તડબૂચ પકવીને કરી લાખોની કમાણી-ખેડુતો માટે કેવી રીતે ચિંધ્યો  નવો...

ખેડુતે પીળુ તડબૂચ પકવીને કરી લાખોની કમાણી-ખેડુતો માટે કેવી રીતે ચિંધ્યો  નવો રાહ

0
502

પીળું એ સોનું જ ન હોય પણ પીળું તો તરબૂચ પણ હોય છે. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ચીજ ગામના પ્રગતિશીલ ખેડૂતે પરંપરાગત વાવેતરના બદલે અલગ ચીલો ચાતર્યો છે. તેઓએ અલગ કલરના તરબુચનું સફળ વાવેતર કર્યું છે. આ વાવેતર થકી તેમણે પોતાની આવક બમણી કમાણી કરી છે. હાલ પીળા તરબૂચ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે

નવસારીના ખેડુત તડબુચ પર કર્યો નવો પ્રયોગ

ગરમીમાં ઠંડીનો અહેસાસ કરાવતા તરબૂચનું સેવન તમામ વયના લોકો માટે પહેલી પસંદ રહે છે, ત્યારે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ચીજ ગામના ૪૪ વર્ષીય યુવા ખેડૂત ધર્મેશભાઈ પટેલે દેશી તરબૂચના સાથે રંગીન અને સ્વાદિષ્ટ તરબૂચ ઉગાડીને આધુનિક ખેતીને અનોખો આયામ આપ્યો છે. ધર્મેશભાઈ પટેલે આધુનિક ટેકનોલોજીના માધ્યમથી ઉનાળુ સિઝનમાં રંગબેરંગી અને રસીલા તરબૂચનું વાવેતર તો કરી જ રહ્યા છે પણ સાથે સોશિયલ મીડયા પર માર્કેટિંગ કરી નવસારી શહેર તથા આસપાસના ગામોમાં જાતે વેચાણ કરી પોતાની આવક બમણી કરી રહ્યા છે. વિશેષ વાત એ છે કે તેમણે ક્લથાણ ગામના ત્રણ એકર જમીનમાં તેમણે મલ્ચીંગ પદ્ધતિ અને ટપક પદ્ધતિથી સિંચાઈ સુવિધા ઊભી કરી છે. જેથી ભરઉનાળે સિંચાઈના પ્રશ્નનું કાયમી નિરાકરણ પણ મળ્યું છે. અંદરથી લાલ અને બહારથી પીળા હોય એવી વિશાલા જાત અને બહારથી લીલા દેખાતા અને અંદરથી પીળા હોય એવી આરોહી જાતના ઓછા બીજવાળા અને અતિ સ્વાદિષ્ટ તરબૂચની ખેતીનો પ્રયોગ છેલ્લા દશ વર્ષથી સતત કરતા આવ્યા છે.

જેની સફળતાનો શ્રેય ધર્મેશભાઈએ નવસારી કૃષિ યુનીવર્સીટી અને આત્મા પ્રોજેક્ટ હેઠળ મળેલ તાલીમને આપ્યો છે . ધર્મેશભાઈએ કહ્યું કે, વિશાલા, આરોહી વેરાયટીની વધુ માંગ છે. ખાસ કરીને હોટેલોમાં આ તરબૂચની વધુ માંગ રહે છે. તેથી તે મોંઘા પણ છે. જે રૂ. ૨૦ થી ૩૦ પ્રતિ કિલોના ભાવે વેચાય છે. જેનું વજન ૪ થી ૫ કિલો રહે છે. સામાન્ય રીતે, હોટેલ-રેસ્ટોરન્ટમાં જોવા મળતાં રંગીન તરબૂચ હવે કિફાયતી દરે ઉપલબ્ધ થતાં નવસારી અને દક્ષિણ ગુજરાતના લોકોને સ્વાદમાં નવી વેરાયટી મળશે.

 હાલના સમયમાં પરંપરાગત ખેતીમાં બદલે ખેતીની હાઈટેક પદ્ધતિઓ અપનાવવી જોઈએ. જેના કારણે ખેતી વધુ નફાકારક સાબિત થશે અને યુવા ખેડૂતોનો ખેતી પ્રત્યેનો મોહભંગ પણ અટકશે. દક્ષિણ ગુજરાતના લોકોને રંગબેરંગી અને રસીલા તરબૂચના સ્વાદનું ઘેલું લાગ્યું છે, ત્યારે ધર્મેશભાઈ જણાવે છે કે, એક્ઝોટિક વોટરમેલન તરીકે ઓળખાતા વિશાલા અને આરોહી તરબૂચ પાઈનેપલનો સ્વાદ પણ આપે છે. આમ, ઓછા સમયગાળામાં વધુ નફો આપતી મીઠા-મધુરા તરબૂચની ખેતી દક્ષિણ ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોને નવી ઓળખ આપી રહી છે. ધર્મેશભાઈ પટેલ જેવા યુવા કિસાનો અથાગ મહેનત અને કોઠાસૂઝથી નફાકારક ખેતીને વધુ ઉચ્ચતા બક્ષી રહ્યાં છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે