કઇ રીતે 100 કરોડનું પ્રોફીટ કરતી થઇ એડિસી બેંક !

0
146

અમદાવાદમાં સહકારી બેંકિગ ક્ષેત્રે સૌથી વિશ્વાસુ નામ ધરાવતી બેંકોની વાત કરીશુ તો અત્યારે ધી અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો.ઓપરેટીવ બેકં લિમીટેડનું નામ સૌથી અગ્રેસર છે, ત્યારે એક સમયે 50 કરોડનું નુકશાન કરતી બેંક કઇ રીતે અચાનક સો કરોડનું પ્રોફીટ કરતી થઇ ગઇ,, જાણો શુ છે તેની વર્કીંગ સ્ટાઇલ

એડીસીનું કેટલું છે વ્યાપ શુ છે ઇતિહાસ

98 વરસ પહેલા અમદાવાદ ડીસ્ટ્રીક્ટ કોઓપરેટીવ બેંકની સ્થાપના થઇ,, અનેક પ્રકારની મુશ્કેલીઓ, પડકારો સહકારીને સમયની અનુરુપ પોતાને બદલીને એડિસી બેંકએ પોતાનું મુકામ હાંસલ કર્યુ છે, અમદાવાદથી શરુ થયેલ બેંક હાલ અમદાવાદ, ગાંધીનગર, બોટાદ મહેસાણા જિલ્લામાં 207 બેંકોનો વિશાળ નેટવર્ક ધરાવે છે, તે સિવાય સાઉન્ડ બેંક તરીકે પેરામીટર્સ જેમ કે લો કોસ્ટ ડીપોઝિટ,,સી,ડી,ઓ રેસીઓ, કોસ્ટ ઓફ મેનેજમેન્ટ,, એનપીએને પુર્ણ કરે છે,

ખાતેદારો માટે વિવિધ સવાઓની સુવિધા

એડિસી બેંકમા 15 લાખથી પણ વધારે ખાતેદારો છે, જેમના માટે 86 એટીએમ, 9 મોબાઇલ એટીએમ,630 માઇક્રો એટીએમ,કોર બેંકિંગ સોલ્યુશન સાથે  રુ પે કાર્ડ, મોબાઇલ બેંકિગ, ઇન્ટરનેટ બેંકિંગ માઇક્રો એટીએમ , ઇ કોમર્સ, પોઇન્ટ ઓફ સેલ, મશીન જેવી સવિધાઓ ઉપલબ્ધ છે, , તે સિવાય 573 ઉપરાંતની સંયોજીત થયેલી ખેતી વિષયક મંડળીઓ મારફતે એક લાખ 16 હજારથી વધુ ખાતેદારોને  કેન્દ્ર અને રાજ્ય સરકારની  ઝીરો ટકા પાક ધિરાણ પણ  આપવામા આવે છે,

કરોડોનો ફાયદો કરતી બેંક કેવી રીતે બની એડિસી

એડિસી બેંક શરુઆતથી લઇને અત્યાર સુધી ગ્રાહકોને શ્રેષ્ઠતમ સેવાઓ આપી  પોતીકાપણાનુ અહેસાસ કરાવી છે, અત્યાધુનિક સેવાઓ પુરી પાડીને ગ્રાહકોનો વિશ્વાસ પ્રાપ્ત કર્યો છે, બેંકના પ્રગતિ દર્શક આકડાઓ ઉપર નજર નાખીએ તો છેલ્લા 13 વરસમાં ડીપોઝિટ 900 ગણું વધ્યું છે, જેમાં લો કોસ્ટ ડીપોઝિટથી લઇને  ટોટલ વ્યવસાય  પણ 14 ગણાનો વધારો નોધાયો છે, સાથે વર્ષ 2000માં જે સંસ્થા ભયંકર ખોટ કરતી હતી, તેનું  નેટ પ્રોફિટ 9601.21 લાખની થઇ ગઇ છે,