બૈસાખી એ શીખ ધર્મનું નવું વર્ષ

0
167

આજે બૈસાખી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. બૈસાખી એ શીખ ધર્મનું નવું વર્ષ છે. વૈશાખ મહિનામાં રવિ પાકની લણણી કરવામાં આવે છે. જે પછી ખેડૂતો સારા પાક માટે ભગવાનનો આભાર વ્યક્ત કરે છે અને બૈસાખીનો તહેવાર ઉજવે છે. સમગ્ર ભારતમાં બૈસાખી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવારનો ઉત્સાહ મોટાભાગે હરિયાણા, પંજાબ અને તેની આસપાસના રાજ્યો અને શહેરોમાં જોવા મળે છે. દિલ્હીમાં પણ બૈસાખીનો તહેવાર ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે.