અમદાવાદ રિવરફ્રન્ટમાં તરતી મુકાશે ફ્લોટીંગ બોટ

0
215

અમદાવાદીઓ માટે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આજે અમદાવાદ ફ્લોટિંગ રેસ્ટોરન્ટને નદીમાં તરતી મુકવામાં આવશે. જોકે મહત્વનું છે કે, એક મહિના સુધી પરીક્ષણના ભાગરૂપે ફ્લોટિંગ રેસ્ટોરન્ટને નદીમાં મુકાશે. જે બાદમાં હવે આગામી દિવસોએ હવે નદીમાં બેસીને શહેરીજનો ભોજન લઈ શકશે.અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટમાં ટુંક જ સમયમાં રિવરક્રૂઝ  મુકાશે. તમને જણાવી દઇએ કે તંત્રના માધ્યમથી  તેની તૈયારીના ભાગરૂપે વાસણા બેરેજ પાસે વિશાલ  ક્રૂઝનું માળખું તૈયાર કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન હવે  આજે અમદાવાદ ફ્લોટિંગ રેસ્ટોરન્ટને નદીમાં તરતી મુકવામાં આવશે. જે બાદમાં એક મહિના સુધી પરીક્ષણ બાદ ઉનાળા દરમિયાન લોકો આ ક્રુઝ ઉપર રેસ્ટોરેન્ટ અને મ્યુઝિકની મજા માણી શકશે.