ડમી સિમકાર્ડનો ઉપયોગ કરી દુકાનદારે કર્યો વેપલો, એટીએસ તપાસ કરી શરુ

0
213

અમદાવાદ સહિત દેશભરમાં આતંકી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીનની મોડસ ઓપરેન્ડી પકડાયા પછી ડમી સિમકાર્ડનો ઉપયોગ ટાળવા માટે અનેક કાયદા સુધારવામાં આવ્યા છે, પણ, બદલાયેલા કાયદામાંથી છીંડાં શોધી ડમી સિમકાર્ડનાં વેચાણ અને ઉપયોગ કરવાના ગોરખધંધા બેરોકટોક ચાલી રહ્યા છે. ગુજરાત એટીએસની ટીમે ડમી સિમકાર્ડનો ડેટા અમદાવાદ એસઓજીને આપ્યો છે. જેના આધારે ગઇ કાલે બે શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. બંને શખ્સે રૂપિયા કમાવવાની લાલચે તેના જ કર્મચારીના ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરીને ૩૮ ડમી સિમકાર્ડ બનાવી દીધાં હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.