એએમસીના હેલ્થ સર્વેમાં હાઇપર ટેંશન માટે જવાબદાર વસ્તુ આવે સામે

0
157

અમદાવાદમાં AMC દ્વારા બિન ચેપી રોગોને લઈ સર્વે કરવામાં આવ્યો છે.હાઈપર ટેન્શન, ડાયાબિટીસ, કેન્સર જેવા રોકો થવાના કારણ પર સર્વે કરવામાં આવ્યો છે. જેમાં AMCના આ સર્વેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.ટોબેકો, નમકથી થતા રોગ, સુગરથી થતા રોગની માહિતી પર આ  સર્વે કરવામાં આવ્યો હતો.જેમાં હાઇપર ટેન્શન માટે વધુ પડતાં મીઠાનું સેવન જવાબદાર  છે. ઝડપી બની ચૂકેલા સમયમાં લોકો પોતાના સ્વસ્થ્ય પ્રત્યે બેદરકાર થતા જઈ રહ્યા છે ત્યારે બિન ચેપી રોગો મામલે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ટોબેકો તથા નમકથી થતા રોગ, સુગરથી થતા રોગની માહિતી મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં હાઇપર ટેન્શન માટે વધુ પડતાં મીઠુંનું સેવન જવાબદાર હોવાનુ બહાર આવ્યું છે. એટલુ જ નહીં લોકો મર્યાદા બહારનું મીઠું આરોગતા હોવાનું પણ બહાર આવ્યું છે.