સુપ્રીમ કોર્ટ આ મામલે જલ્દી સુનાવણી કરવા તૈયાર

0
174

સુપ્રીમ કોર્ટ ધર્માંતરણ કરેલા દલિતોને પણ અનામતનો લાભ આપવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવા સંમત છે. આ મામલે સુપ્રીમ કોર્ટ હવે જલ્દી સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે આ મામલે કહ્યું છે કે, “ધર્માંતરણ  બાદ પણ સામાજિક ભેદભાવ ચાલુ રહી શકે છે.  એવામાં અમે બંધારણીય મામલાની અવગણના ન કરી શકીએ. ધાર્મિક અને સામાજિક ભેદભાવ અલગ અલગ વસ્તુઓ છે. હું કોઈ અલગ ઉદ્દેશ્યથી બીજા ધર્મમાં જઈ શકું છું, પરંતુ તેના પછી પણ જો સામાજિક ભેદભાવ યથાવત રહે તો પછી અનુસૂચિત જાતિના અનામતની વાત આવે છે.”