અતીક અને અશરફને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા,કોર્ટે બંને ભાઈઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા

0
304

ઉમેશપાલ હત્યાકાંડમાં માફીયા અતિક એહમદ અને તેના ભાઈ અશરફ અહેમદને પ્રયાગરાજની CJM કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કોર્ટે બંને ભાઈઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે.  કોર્ટમાં કડક સુરક્ષા વ્યવસ્થા  ગોઠવી  દેવામાં આવી  હતી. સુનાવણી દરમિયાન પોલીસે કોર્ટમાં બંનેના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી.કોર્ટે બન્નેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકવાનો આદેશ કર્યો હતો.