રાજકોટમાં મોબાઈલની દુકાનમાં શું થયો ખુલાસો ?

    0
    445

    રાજકોટમાં મોબાઈલની દુકાનમાં મોડી રાત્રે આગ ભભૂકી ઉઠતા ફાયર બ્રિગેડ, પોલીસ અને એફએસએલ સહીતના સ્ટાફે પહોચી તપાસ કરતા મોબાઈલનુ કવર લેવા આવેલી મહિલા ગીફટ મુકી નાસી ગયા બાદ તેમા જ મોડી રાત્રે બે ધડાકા થયાનુ સીસીટીવી ફુટેજમાં કેદ થઈ ગયુ હોય તેમજ કારની બેટરીમાંથી બ્લાસ્ટ થયાનુ એફ.એસ.એલ.એ પ્રાથમીક તારણ આપ્યુ હતુ, પરંતુ ક્રાઈમ બ્રાંચે મહિલાને સકંજામાં લઈ પૂછતાછ કરતા મોબાઈલની દુકાનમાં ટાઈમર બોમ્બથી બે ધડાકા કર્યાનુ પૂર્વ યોજીત કાવત્રુ હોવાનો ઘટસ્ફોટ બહાર આવતા પોલીસ એટીએસ સહીતની ગુજરાતની શાખાઓને જાણ કરી આ બનાવમાં વધુ આરોપીઓને પકડી લેવા મથામણ કરી છે. પાસમાં સામે આવ્યું છે કે, યુ ટયૂબના માધ્યમથી ટાયમર બોમ્બ બનાવી દુકાનમાં બ્લાસ્ટ કરાયો હતો. ધંધાકીય હરિફાઇમાં દેશી બોમ્બ બનાવીને બ્લાસ્ટ કરાયો હતો.