ટ્વીટરના નવા બોસ એલન મસ્ક છે, તેઓ શરુઆતથી જ ટ્વીટર ઉપર ફ્રીડમ ઓફ સ્પીચની વાત કરતા રહ્યા છે,,પણ હાલમાં જ તેઓએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ છે કે ભારતમાં સોશિયલ મિડીયાના નિયમો ખુબ કડક છે, અમે એવી સ્વતંત્રતા ભારતિય યુઝર્સને નથી આપી શકતા જે અમેરિકન યુઝર્સને આપી શકીએ છીએ.તેઓએ વધુ કહ્યુ કે ટ્વીટર ક્યારેક ક્યારેક ભારતમાં કંટેન્ટ સેંસર અને બ્લોક પણ કરે છે,, કારણ કે જો કંપની નિયમોનો પાલન નહી કરે તો તેમના કર્મચારીઓ જેલ જઇ શકે છે, જો અમારી પાસે એજ વિકલ્પ હોય કે કર્મચારીઓ નિયમ માને અથવા જેલમાં જાય તો અમે નિયમો માનવાનું પસંદ કરીશુ,,આમ તેઓએ આડકતરી રીતે અમેરિકા જેવુ લોકતંત્ર ભારતમાં નથી તે કહી દીધુ હતું,