બાલાસિનોરમાં રખડતાં શ્વાનનો આતંક

0
283

મહીસાગર જિલ્લામાં 6 વર્ષના બાળકને શ્વાને બચકાં ભરતા પગ અને માથાના ભાગે 10 ટાંકા આવ્યા છે.મળતી માહિતી અનુસાર, મહીસાગર જિલ્લાના બાલાસિનોરના તળવા દરવાજા પાસે 6 વર્ષ બાળક પર રખડતા શ્વાને હુમલો કર્યો હતો. જે બાદ તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાળકને પગ અને માથાના ભાગે 10 ટાંકા આવ્યા છે. બાલાસિનોરમાં છેલ્લા કેટલાક દિવસોથી શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી 15થી વધુ લોકો રખડતા શ્વાનનો શિકાર બન્યા છે. શ્વાનના આતંકથી નગરજનોમાં ભયની સાથે ભારે રોષ જોવા મળી રહ્યો છે.