HomeDeshદિલ્હીની ઈન્ડિયન સ્કૂલના કેમ્પસમાં બોમ્બ હોવાની ધમકી મળી,જોણો શું છે સમગ્ર મામલો

દિલ્હીની ઈન્ડિયન સ્કૂલના કેમ્પસમાં બોમ્બ હોવાની ધમકી મળી,જોણો શું છે સમગ્ર મામલો

દિલ્હીની ઈન્ડિયન સ્કૂલના કેમ્પસમાં બોમ્બ હોવાની ધમકી મળી છે. આ ધમકી ઈમેલ દ્વારા આપવામાં આવી છે.ધમકીભર્યો   ઈમેલ મળ્યા બાદ હડકંપ મચી ગયો છે.આ અંગેની જાણ સ્કૂલ દ્વારા પોલીસને કરવામાં આવી હતી.જેના પગલે શાળામાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, જો કે હજુ સુધી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી.પોલીસના જણાવ્યા અનુસાર, સાદિક નગરની ઈન્ડિયન પબ્લિક સ્કૂલને સવારે 10.49 વાગ્યે એક ઈમેલ મોકલવામાં આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સ્કૂલના પરિસરમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે. સાવચેતીના ભાગરૂપે શાળાને ખાલી કરાવવામાં આવી હતી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments