પંજાબના ભટિંડામાં મિલિટરી સ્ટેશન પર ફાયરિંગ, ફાયરિંગમાં ચાર લોકોના મોત

0
218

પંજાબના મિલિટરી સ્ટેશન પર બુધવારે ફાયરિંગ થયું હતું. સેનાએ જણાવ્યું કે ભટિંડામાં થયેલા આ હુમલામાં 4 લોકોના મોત થયા છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે માર્યા ગયેલા યુવકો છે કે નાગરિકો. સેનાએ જણાવ્યું કે હુમલો સવારે 4.35 કલાકે થયો હતો. મિલિટરી સ્ટેશન પર સર્ચ ઓપરેશન ચાલુ છે.ફાયરિંગને પગલે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશમન શરૂ કરી દેવામાં આવ્યું છે.કયા કારણોસર આ ફાયરિંગ કરવામાં આવ્યું છે તે જાણી શકયુ નથી .SSPએ હુમલા અંગે નિવેદન આપ્યું છે કે આ આતંકી હુમલો નથી. સૈનિકોની અંદરોઅંદર ફાયરિંગની શક્યતા છે. હવે આર્મી ચીફ આ હુમલા અંગે  માહિતી આપશે