આદિત્ય ઠાકરેએ ભાજપ પર કર્યા પ્રહાર

    0
    234

    મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધ્યું હતું. અને આરોપ લગાવ્યો હતો કે સત્તાધારી શિવસેનાના સાથી પક્ષ રાજ્યમાં રમખાણો ભડકાવી રહ્યું છે. તે હિન્દુત્વના નામે લોકોને સળગાવી રહી છે. કહ્યું કે તેમનું હિન્દુત્વ સ્પષ્ટ છે, પરંતુ તેઓ ભાજપના હિન્દુત્વમાં માનતા નથી. આદિત્ય ઠાકરેએ વધુમાં કહ્યું કે અમે લોકોને તેમની પસંદગીના ખોરાક માટે બાળતા નથી. જો આ બીજેપીનું હિન્દુત્વ છે તો હું, મારા પિતાજી, મારા દાદા અને મહારાષ્ટ્રના લોકો તેને નકારે છે. અદિત્ય ઠાકરેએ હૈદરાબાદમાં ગીતમ યુનિવર્સિટીના એક કાર્યક્રમના પ્રસંગે વિદ્યાર્થીઓને સંબોધિત કરતા આ વાત કહી હતી.તેમણે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કેન્દ્ર સરકારના કારણે નથી થઈ રહ્યું. જો તમે આવું વિચારી રહ્યા છો તો તમે ખોટા છો. મંદિર બનાવવાનો નિર્ણય કેન્દ્રનો નહીં પણ સુપ્રીમ કોર્ટનો છે.