બિહારના અરરિયા જિલ્લામાં ભૂકંપ

0
144

ભારતમાં વધુ એક વાર ભૂકંપ આવ્યો છે. બિહારના અરરિયા જિલ્લામાં બુધવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર સવારે લગભગ 5.35 વાગ્યે આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપના કારણે કોઈ જાનહાની કે સંપત્તિના નુકસાનની પુષ્ટિ કરી નથી. સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર તેનું કેન્દ્ર કેમ્પબેલ ખાડીથી 220 કિમી ઉત્તરમાં જમીનની સપાટીથી લગભગ 32 કિમીની ઊંડાઈએ હતું. આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી. છેલ્લા 24 કલાકમાં આંદામાન-નિકોબાર ટાપુઓમાં ભૂકંપનો આ ત્રીજો આંચકો અનુભવાયો છે.