HomeDeshમુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આરોપીની કરી ધરપકડ

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આરોપીની કરી ધરપકડ

બોલીવુડ અભિનેતા સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપનારની ધરપકડ કરી લેવામાં આવી છે. તેણે મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીએ પોલીસને રોકી ભાઈના નામે કોલ કર્યો હતો અને 30 તારીખે મારી નાખવાની ધમકી આપી હતી. મુંબઈ પોલીસે ગઈકાલે રાત્રે આ કેસ ક્રાઈમ બ્રાંચને સોંપી દીધો હતો. ધમકીભર્યો ફોન આવ્યો તેના 12 કલાકમાં જ પોલીસે આરોપીની દબોચી લીધો છે.જેના પગલે મુંબઈ ક્રાઈમ બ્રાંચને ધમકી આપનાર 16 વર્ષના સગીરની ધરપકડ કરી લીધી છે. ક્રાઈમ બ્રાંચે દ્વારા વધુ તપાસ શરૂ કરાઈ છે તપાસમાં આ ધમકીના તાર રાજસ્થાનના બાડમેર સાથે  જોડાયા હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે. ધમકી શા માટે આપી? આ ધમકી આપવા પાછળ જવાબદાર કોણ છે ? આ તમામ સવાલના જવાબ મેળવવાની કોશિશ કરવામાં આવી રહી છે.  પૂછપરછ પછી આરોપીને જુવેનાઈલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments