તમિલનાડુ સરકારને સુપ્રીમ કોર્ટનો આંચકો
RSS દ્વારા આયોજિત માર્ચ સામે તમિલનાડુ સરકારની અપીલ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. જણાવી દઈએ કે મદ્રાસ હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં હાઈકોર્ટે RSSને માર્ચ કાઢવાની મંજૂરી આપી હતી. નોંધનીય છે કે 10 ફેબ્રુઆરીએ મદ્રાસ હાઈકોર્ટે આરએસએસને નિર્ધારિત તારીખે ફરીથી તમિલનાડુમાં તેની કૂચ કરવાની મંજૂરી આપી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે મજબૂત લોકશાહી માટે આ પ્રકારની રેલીઓ જરૂરી છે. આરએસએસ તરફથી હાજર રહેલા વરિષ્ઠ એડવોકેટ મહેશ જેઠમલાણીએ જણાવ્યું હતું કે કલમ 19(1)(b) હેઠળ શસ્ત્રો વિના શાંતિપૂર્ણ રીતે ભેગા થવાના અધિકારને ખૂબ જ મજબૂત આધાર વિના ઘટાડી શકાય નહીં.