હરિયાળી ક્રાંતિ વધુ વેગવાન બનાવવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું આહવાન

0
122

ટપક સિંચાઇનો વ્યાપ વધારી પાણીના કરકસરપૂર્ણ ઉપયોગ કરીએ: CM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે કે, પાણીની વેલ્યુ સમજીને આવનારા સમય માટે પાણી બચાવવું એ સૌની નૈતિક ફરજ છે.એટલું જ નહિ, ઓછા પાણીએ વધુ ખેતી અને સિંચાઇ માટે ટપક સિંચાઇનો વ્યાપ વધારી હરિયાળી ક્રાંતિ વેગવંતી બનાવવા પણ તેમણે આહવાન કર્યુ છે. CM ભૂપેન્દ્ર પટેલનું ગુજરાત રાજ્ય ઉદ્દવહન પિયત સહકારી સંઘ દ્વારા ગાંધીનગરમાં અભિવાદન કરવામાં આવ્યું તેનો પ્રતિસાદ તેમણે આ પ્રેરક આહવાનથી આપ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારે લિફટ ઇરીગેશન તથા ડ્રીપ ઇરીગેશન સહિત ઉદ્દવહન પિયત સહકારી મંડળીઓ માટે જે ઉદાત્ત અભિગમ સિંચાઇ યોજનાઓની કાર્યક્ષમતામાં વધારો કરવા અને પાણીની ઓછી સુવિધા વાળા વિસ્તારોમાં સિંચાઇ સુવિધા વધારવા, માળખાકીય સુવિધા ઊભી કરવા અંગે દાખવ્યો છે તે અંગે ગુજરાત રાજ્ય ઉદ્દવહન પિયત સહકારી સંઘ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું અભિવાદન કરવામાં આવ્યું હતું.