ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનો રાહુલ ગાંધી પર કટાક્ષ

    0
    686

    ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નામ લીધા વગર કટાક્ષ કરતા કહ્યું કે, વિદેશ પ્રવાસે જતા લોકોએ અહીં રાજકીય ચશ્મા ઉતારવા જોઈએ. વિશ્વ હોમિયોપેથી દિવસ પર આયોજિત એક કાર્યક્રમમાં બોલતા ધનખડે કહ્યું કે, ભારત 2047માં તેની આઝાદીની શતાબ્દીનો પાયો નાંખી રહ્યું છે, તેથી દેશની ગરિમા પર હુમલો કરવાના દરેક પ્રયાસને નિષ્ફળ બનાવવો જોઈએ.