અમેરિકામાં કોવિડ-19 નેશનલ હેલ્થ ઈમરજન્સી સત્તાવાર રીતે સમાપ્ત

0
131

અમેરિકાના રાષ્ટ્રપ્રતિ જો બાઈડને  અમેરિકામાં કોવિડ-19 નેશનલ હેલ્થ ઈમરજન્સીને સત્તાવાર રીતે સમાપ્ત કરી દીધી છે. યુએસમાં કોવિડ-19ના કારણે છેલ્લા ત્રણ વર્ષમાં કોરોનાથી 10 લાખથી વધુ લોકોના મોત થયા છે.વ્હાઇટ હાઉસ તરફથી જાહેર થયેલા નિવેદનમાં જણાવ્યા મુજબ રાષ્ટ્રપતિ જો બાઈડેને  કોવિડ-19ને લગતી રાષ્ટ્રીય કટોકટીનો અંત લાવવા કોંગ્રેસ દ્વારા પસાર કરાયેલા કાયદા પર હસ્તાક્ષર કર્યા છે. તે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાને વૈશ્વિક રોગચાળામાંથી મુક્ત કરવાનો પ્રયાસ કરવા જાન્યુઆરી 2020માં રજૂ કરાયેલ કોવિડ પરીક્ષણો, મફત રસીઓ અને અન્ય કટોકટીનાં પગલાં માટે વિશાળ પ્રમાણમાં નાણાંનો પ્રવાહ બંધ કરે છે.