રાજ્યમાં કોમસમી વરસાદ બાદ હવે કાળઝાળ ગરમી પડી રહી છે. . રાજ્યના મોટાભાગના શહેરોમાં પારો ઉચકાઇ રહ્યો છે અને લોકોને ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. અમદાવાદ સહિતના શહેરમાં ગરમી વધી છે.10 શહેરોનું તાપમાન 38 ડિગ્રીને પાર પહોંચ્યું છે. અમદાવાદ અને ભુજમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે. 20 એપ્રિલ સુધી 40થી વધુ ડિગ્રી તાપમાન અને બાદમાં 45 ડિગ્રી સુધી તાપમાન રહેવાની આશંકા છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, 11થી 14 એપ્રિલ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે 10 એપ્રિલના રોજ ગુજરાતમાં શુષ્ક વાતાવરણ જોવા મળી શકે છે. આગામી સમયમાં ગુજરાતમાં ગરમીના પારામાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.