HomeDeshમહારાષ્ટ્રના અકોલામાં તોફાની પવન સાથે વરસાદ ,7 લોકોના મોત 

મહારાષ્ટ્રના અકોલામાં તોફાની પવન સાથે વરસાદ ,7 લોકોના મોત 

મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં તોફાની પવન અને વરસાદને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યો હઓવાનું સામે આવ્યું છે. અકોલા જિલ્લાના બાલાપુર તાલુકાના પારસ વિસ્તારમાં આવેલા બાબુજી મહારાજ મંદિર પરિસરના શેડ પર લીમડાનું ઝાડ પડ્યું હતું. જેના કારણે શેડ ધરાશાયી થયો હતો. શેડ નીચે હાજર 7 લોકોના કરુણ મોત થયા હતા. જ્યારે 33 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. શેડ નીચે કુલ 30 થી 40 લોકો હાજર હતા. જેમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બાકીના ત્રણ મોત હોસ્પિટલમાં થયા છે. આ તરફ ઘાયલોને અકોલા મેડિકલ કોલેજમાં સારવાર આપવામાં આવી રહી છે.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments