HomeBreaking Newsબાળાસાહેબ ઠાકરેનું રામ મંદિર બનાવવાનું સ્વપ્ન સાકાર: શિંદે

બાળાસાહેબ ઠાકરેનું રામ મંદિર બનાવવાનું સ્વપ્ન સાકાર: શિંદે

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અયોધ્યા પહોંચ્યા 
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે રવિવારે એક દિવસની મુલાકાતે અયોધ્યા પહોંચ્યા અને રામ લલ્લાના દર્શન કર્યા. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પદ સંભાળ્યા બાદ શિંદે પ્રથમ વખત અયોધ્યાની મુલાકાતે આવ્યા છે. તેમણે કહ્યું કે મને ખુશી છે કે શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેનું અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય રામ મંદિર બનાવવાનું સ્વપ્ન હવે સાકાર થઈ રહ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓ અયોધ્યાની માટીને અમરાવતી લઈ જશે અને ત્યાં બજરંગબલીની 111 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરશે. શિંદે સવારે અયોધ્યામાં રામકથા હેલિપેડ પર ઉતર્યા અને રામલલાના દર્શન કર્યા.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments