રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે ભાજપની ટીકા કરી

0
508

રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે ફરી એકવાર ભાજપની ટીકા કરી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ નિશાન સાધ્યું છે વડાપ્રધાન મોદીએ શનિવારે તેલંગાણામાં એક જનસભા દરમિયાન પરિવારવાદ પર નિશાન સાધ્યું હતું. તેના પર કપિલ સિબ્બલે આરોપ લગાવ્યો છે કે ભાજપ સગવડની રાજનીતિ કરે છે. કપિલ સિબ્બલે ભાજપ પર પરિવારની રાજનીતિને પ્રોત્સાહન આપવાનો પણ આરોપ લગાવ્યો હતો. કપિલ સિબ્બલે ટ્વીટ કરીને લખ્યું છે કે ‘વડાપ્રધાને ચંદ્રશેખર રાવને ટોણો માર્યો છે અને કહ્યું છે કે તેઓ ભ્રષ્ટાચાર અને પરિવારવાદ સાથે જ ચાલે છે, પરંતુ જો આવું છે તો ભાજપે પંજાબમાં અકાલીઓ સાથે, આંધ્ર પ્રદેશમાં જગન, હરિયાણામાં ચૌટાલા સાથે ગઠબંધન કેમ કર્યું? જમ્મુ-કાશ્મીરમાં મુફ્તી અને મહારાષ્ટ્રમાં ઠાકરે? સાથે ગઠબંધન કેમ કર્યું