કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ G20 મીટિંગ તેમજ વર્લ્ડ બેંક અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડની બેઠકોમાં ભાગ લેશે.આ બેઠકમાં ભાગ લેવા માટે નિર્મલા સીતારમણ અમેરિકા જશે. આ અંગે નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે નાણામંત્રી નિર્મલા સીતારમણની અઠવાડિયાની અમેરિકાની મુલાકાત લેશે.આ ઉપરાંત નાણામંત્રી 10થી 16 એપ્રિલ દરમિયાન વોશિંગ્ટન ડીસીની તેમની મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય બેઠકો કરશે. નાણા મંત્રાલયના અધિકારીઓ સાથે વિશ્વ બેંક વિકાસ સમિતિ અને IMF સમિતિના પૂર્ણ સત્રોમાં ભાગ લેશે. સીતારમણ દેશ અને આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે.