HomeUncategorizedઅજીત પવાર ગુમ થવાથી મહારાષ્ટ્રમાં ફરી નવાજુનીની ચર્ચા

અજીત પવાર ગુમ થવાથી મહારાષ્ટ્રમાં ફરી નવાજુનીની ચર્ચા

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી રાજકીય સંકટના વાદળો ઘેરાયા છે. અહેવાલ મળ્યા છે કે હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ના નેતા અને શરદ પવારના ભત્રીજા અજિત પવાર ફરીવાર ગુમ થઈ ગયા છે. એવો દાવો કરાઈ રહ્યો છે કે તેમણે તમામ સત્તાવાર કાર્યક્રમ પણ રદ કરી દીધા છે. જોકે પાર્ટી વતી આ મામલે હજુ કોઈ ટિપ્પણી કરાઈ નથી અને એવી માહિતી અપાઈ કે તે પૂણેમાં જ છે. રિપોર્ટ અનુસાર એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમની સાથે પાર્ટીના અનેક ધારાસભ્યો ગુમ છે. સૂત્રોના હવાલાથી માહિતી મળી છે કે અજિત પવાર તરફથી આપવામાં આવેલા તાજેતરના ઈન્ટરવ્યૂ અને મુખ્યમંત્રી એકનાથ શિંદેના અયોધ્યા પ્રવાસ બાદ અટકળોનો દોર શરૂ થયો હતો. ઉલ્લેખનીય છે કે તે મહાવિકાસ અઘાડીની સરકારમાં પણ ઉપમુખ્યમંત્રી પદે હતા. 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments