HomeDeshભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયનું વિવાદાસ્પદ નિવેદન

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયનું વિવાદાસ્પદ નિવેદન

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય ફરી એકવાર પોતાના નિવેદનના કારણે વિવાદોમાં ફસતા મળી રહ્યા છે. આ વખતે તેમનો હનુમાન જયંતિનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં કૈલાશ વિજયવર્ગીય કહી રહ્યા છે કે કેટલીક મહિલાઓ એવા કપડા પહેરીને બહાર આવે છે કે તેમને કારમાંથી ઉતારીને થપ્પડ મારવાનું મન થાય છે. કાર્યક્રમમાં હાજર લોકોએ જણાવ્યું કે, વિજયવર્ગીયે બુધવારે રાત્રે મહાવીર જયંતિ અને હનુમાન જયંતિના સંદર્ભમાં એક સ્થાનિક સામાજિક સંસ્થાના એક કાર્યક્રમના મંચ પરથી ભાષણ આપતાં આ વાત કહી. વિજયવર્ગીયએ ઈન્દોરમાં  નશો  કરતા યુવકો ઉપર પણ સવાલ ઉઠાવ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments