આ ફૂડસ નો રોજીંદા જીવન માં ઉપયોગ કરશે બીમાર,શરીર માં પણ થશે અવનવા ગંભીર રોગો

0
173

ફ્લેવર્ડ દહીં છે નુકશાનદાયી

ડાયટસોડા,સ્મુધિ,પ્રોટીન ડ્રીંક લાંબા ગાળે કરે છે નુકસાન

આજે વિશ્વ આરોગ્ય દિવસ છે.અને આજે એક કેહવત યાદ કરી લેવા જેવી છે કે “પેહલું સુખ તે જાતે નર્યા”જીવન ની વાસ્તવિકતા છે કે શરીર સારું હોય ત્યાં સુધી જ બધું સારું રહે છે.આવી સ્થિતિ માં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રેહવું એ ખુબ જ જરૂરી બની ગયું છે.શરીર માટે હેલ્ધી ફૂડ જ ખાવું જોઈએ.ખાસ કરી ને અલગ અલગ ઋતુ પ્રમાણે જ ખાવું જોઈએ.તેમાં પણ ફ્લેવર્ડ દહીં,સોડા,ફાસ્ટ ફૂડ, વગેરે ખાવું જોઈએ નહિ.કેટલાક ખોરાક તો એવા હોય છે કે જેને આપણે પોષણ થી ભરપૂર માનીએ છીએ પરંતુ એજ ખોરાક થી આપણને વધુ નુકશાન થતું હોય છે.

આજકાલ ફ્લેવર્ડ દહીં ખુબ જ લોકપ્રિય બની ગયું છે અને તેનો ઉપયોગ પણ બહોળા પ્રમાણ માં થઇ રહ્યો છે.આપને જણાવી દઈએ કે આ પ્રકાર ના દહીં માં ખાંડ નું પ્રમાણ વધુ પડતું જોવા મળે છે જેના કારણે શરીર માં શુગર નું પ્રમાણ પણ વધી શકે છે અને તેના કારણે શરીર માં વધુ પડતી બીમારીઓ પણ થઇ શકે છે.આવી સ્થિતિ માં જો તમે શુગર લેવલ ને કન્ટ્રોલ કરવા માંગતા હોય તો તમારે ફ્લેવર્ડ દહીં નો ઉપયોગ બને એટલો ઓછા પ્રમાણ માં જ કરવો જોઈએ.

પ્રોટીન ડ્રીંક અને બાર

આજકાલ લોકો પોતાના સ્વાસ્થ્ય ને લઇ ને ખુબ જ સજાગ બની ગયા છે.અને બને ત્યાં સુધી જાણી જોઈ ને  જ  કઈ પણ ખાવા કે પીવાનું રાખતા હોય છે.તેમાં પણ ખાસ કરી ને જીમકે કસરત કરતા લોકો પ્રોટીન લેવાનું પ્રમાણ વધુ રાખતા હોય છે.જોકે પ્રોટીન માં વધુ પડતી ખરાબ એટલે કે નકલી ખાંડ નું પ્રમાણ પણ વધુ પડતું જોવા મળે છે.માટે તેનો પણ ઉપયોગ બને ત્યાં સુધી ઓછો જ કરવો જોઈએ.આવી સ્થિતિ માં વિચાર્યા વગર ઉપયોગ કરવા થી ફાયદા ને બદલે નુકસાન થાય છે. સ્મુધિ,સોડા,અને ગ્લુટન ફ્રી ખોરાક