આ હોમ મેઈડ ટોનર થી બનશે આપની ત્વચા કાંતિવાન,અને ચહેરો પણ લાગશે એકદમ ચમકદાર

0
173

ગુલાબજળ માં છે ત્વચા નું પીએચ સ્તર જાળવી રાખવાનાં ગુણો

ચહેરા પર ની કરચલીઓ ,ડાર્ક સર્કલ ને પણ કરે છે દુર

અનાદીકાળ થી જ ગુલાબજળ નો ઉપયોગ ત્વચા ને કાંતિવાન બનાવા માં થઇ રહ્યો છે અને આ એક એવું ટોનર  છે જે ત્વચાનાં પીએચ સ્તર ને જાળવી રાખવા માં મદદ કરે છે.ગુલાબજળ ચહેરા પર નાં ખીલ,ડાર્ક સર્કલ,અને કરચલીઓ ને પણ દુર કરી ને ત્વચા ને કાંતિવાન બનાવા માં મદદ કરે છે.આ એક એવું ટોનર છે જે ઘર માં જ બની જાય છે અને તેના માટે ખાસ કોઈ ખર્ચ પણ કરવો પડતો નથી.તેને બનાવા  માટે નજીવી સામગ્રી નો જ ઉપયોગ કરવા માં આવે છે.સૌ પ્રથમ તો ગુલાબજળ, ફિલ્ટર વોટર,અને વિચ હેઝલ નો ઉપયોગ કરવા માં આવે છે.તેને બનાવા ની પદ્ધતિ આ પ્રમાણે છે.

સૌ પ્રથમ તો થોડા તાજા ગુલાબ ની પાંખડીઓ લો ,તેને પાણી થી ધોઈ સ્વચ્છ કરી લો અને ત્યાર બાદ એક કપ પાણી લો તેમાં આ ગુલાબ ની પાંખડીઓ નાખી તેને થોડી વાર માટે ઉકાળવા દો અને ત્યાર બાદ તેને થોડું ઠંડુ પડવા દો,ત્યાર બાદ તેને ગાળી લો આમ થોડી વાર પછી તેમાં વિચ હેઝલ ઉમેરો અને મિક્સ કરી દો આ રીતે તૈયાર થયેલુ ગુલાબજળ એક દમ ફેશ અને હેલ્થી છે જેના અનેક ઘણા ફાયદાઓ જોવા મળે છે.