હનુમાન જંયતિની કરાઇ ધામ ધુમથી ઉજવણી
ગાંધીનગરના ડભોડામાં હનુમાન જ્યંતિ મહોત્સવની ઉજવણી રંગેચંગે કરવામાં આવી હતી. લાખો ભક્તો ઉમટી પડતા હોવાથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ડભોડા મંદિર ખાતે હનુમાન જ્યંતિએ દાદા ને ચઢાવવા માટે 1111 તેલના ડબ્બાની પ્રાથમિક નોંધણી કરવામાં આવતી હોય છે. આ જથ્થામાં આ વર્ષે ભરપુર વધારો થઇ ગયો છે. 1111 તેલના ડબાની નોંધણી પુરી થયા બાદ પણ ભક્તો દ્વારા નોંધણી કરાવાનુ ચાલુ જ રહ્યુ હતું. જ્યારે 1111 ના આંકડાને પાર કરીને આ આંકડો 1400 ડબા સુધી પહોચી ગયો….
ડભોડિયા હનુમાન દાદા મંદિર 1200 વર્ષ જૂનું મંદિર છે અહીંયા લોકો પોત પોતાની આસ્થા લઈને દર્શન કરવા આવે છે. હનુમાન જ્યંતી ને લઈ વહેલી સવારમાં ડભોડા ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવે છે અને જે શોભા યાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તો જય શ્રી ના નારા લગાવતા જોવા મળે છે