HomeUncategorizedબ્રાઝિલમાં પ્રિ-સ્કૂલમાં ઘાતકી હુમલો, હુમલામાં 4 બાળકોના મોત

બ્રાઝિલમાં પ્રિ-સ્કૂલમાં ઘાતકી હુમલો, હુમલામાં 4 બાળકોના મોત

બ્રાઝિલમાં 25 વર્ષીય એક હુમલાખોર કુહાડી લઈને પ્રી-સ્કૂલમાં માસુમો પર હુમલો કર્યો હતો. હુમલામાં 4 ભુલકાઓના મોત થયા હતા. જ્યારે 5 ઘાયલ થયા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. મૃત્યુ પામેલા માસુમ બાળકોની ઉંમર 5 થી 7 વર્ષની વચ્ચે હતી. હુમલાખોર સાન્તા કેટરિના સ્ટેટના બ્લુમેનો શહેરમાં એક પ્રી-સ્કૂલની દિવાલ કૂદીને અંદર ઘુસ્યો હતો. હુમલાખોરે ત્યાં હાજર બાળકો અને સ્ટાફ પર હુમલો કર્યો. બાદમાં તેણે પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું.સોશિયલ મીડિયા પર હુમલા બાદની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે. જેમાં બાળકોના માતા-પિતા રડતા નજરે પડી રહ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments