ભારતીય જનતા પાર્ટી (BJP) આજે એટલે કે 6 એપ્રિલે તેનો સ્થાપના દિવસ ઉજવી રહી છે. સ્થાપના દિવસ નિમિત્તે એક સપ્તાહ સુધી વિશેષ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં સેવાને પ્રાથમિકતા આપવામાં આવશે. આ દરમિયાન પાર્ટી કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલી કલ્યાણકારી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરશે.અત્યાર સુધી, પાર્ટી તેના લોકો સુધી પહોંચવા માટે ડિજિટલ ફોર્મેટ પર વધુ ભાર આપતી હતી, પરંતુ આ વખતે તે જૂની પદ્ધતિઓનો પણ ઉપયોગ કરશે. આમાં વોલ રાઈટિંગ અને પોસ્ટર ઝુંબેશ મુખ્ય રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાર્ટીના સ્થાપના દિવસ પર દેશભરના કાર્યકર્તાઓને સંબોધિત કરશે. આ પછી પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા પણ વિવિધ કાર્યક્રમો દ્વારા લોકો સુધી પાર્ટીનો સંદેશો પહોંચાડશે.તમામ રાજ્યોમાં મુખ્યમંત્રી, પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ-ધારાસભ્ય પોતપોતાના વિસ્તારોમાં કાર્યક્રમોનું આયોજન કરશે અને લોકોને પાર્ટીની નીતિઓ વિશે માહિતગાર કરશે.