HomeBreaking Newsઅમે 24 કલાક ઊંઘમાંથી ઉઠીને ભાજપને ગાળો નથી આપતા : ગુલામ નબી...

અમે 24 કલાક ઊંઘમાંથી ઉઠીને ભાજપને ગાળો નથી આપતા : ગુલામ નબી આઝાદ

કોંગ્રેસ રાષ્ટ્રીય પક્ષની ભૂમિકા ભજવે : ગુલામ નબી આઝાદ

DAPના વડા ગુલામ નબી આઝાદે કહ્યું કે તમામ રાજકીય પક્ષોમાં કેટલીક ખામીઓ છે, કોંગ્રેસમાં પણ કેટલીક ખામીઓ છે. હું આશા રાખું છું કે કોંગ્રેસ પાર્ટી તે ભૂલોને સુધારશે, આગળ વધશે અને રાષ્ટ્રીય પક્ષની ભૂમિકા ભજવશે વધુમાં તેમને કહ્યું કે અમે 24 કલાક ઊંઘમાંથી ઉઠીને મોદી અને ભાજપને ગાળો નથી આપતા. વિદેશ નીતિમાં વિશ્વ નિષ્ફળ ગયું છે પણ ભારત સફળ થયું છે…ભાજપે કેટલીક બાબતોમાં સુધારો કરવો પડશે, નહીં તો તેઓ પણ કોંગ્રેસની જેમ ખતમ થઈ શકે છે. એસેમ્બલીમાં વારંવાર વિરોધ કરવાની નીતિ બંધ કરવી પડશે.આ નિવેદન આવ્યા પછી કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ રાવતે કહ્યું કે આઝાદે એ ન ભૂલવું જોઈએ કે કોંગ્રેસ નેતૃત્વએ જ તેમને ઘણું આપ્યું છે  કોંગ્રેસથી અલગ થનાર આઝાદે પોતાનું નામ બદનામ કર્યું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments