HomeDeshવસંતના આગમન સાથે નાગાલેન્ડમાં ઉજવણી શરુ

વસંતના આગમન સાથે નાગાલેન્ડમાં ઉજવણી શરુ

લોકોએ વસંત ઋતુનું ઉત્સાહપૂર્ણ સ્વાગત કર્યું

વસંતના આગમન સાથે, નાગાલેન્ડના કોહિમામાં અત્યારે લોકો ઉત્સાહિત છે કારણ કે તહેવારની ઉજવણી શરૂ થઈ ગઈ છે. નાગાલેન્ડમાં ઓલેંગ ઉત્સવની ઉજવણી કરતા લોકોએ વસંતનું ઉત્સાહપૂર્ણ સ્વાગત કર્યું . કોહિમાના કોન્યાક લોકોએ ઉજવણી માટે તેમના પરંપરાગત પોશાક પહેરીને ઉત્સાહ વધાર્યો. નાગાલેન્ડના પર્યટન અને ઉચ્ચ શિક્ષણ પ્રધાન અલંગ પણ મુખ્ય અતિથિ તરીકે આદિજાતિમાં જોડાયા હતા. દરેકને તહેવારની શુભેચ્છા પાઠવતા, શ્રેષ્ઠ તહેવારોમાંનો એક ગણાવ્યો હતો. જ્યારે કોન્યાક યુનિયન કોહિમાના પ્રમુખે તહેવારની વિધિ અને તેના મહત્વ વિશે માહિતી આપી હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments