ઈંગ્લેન્ડના ચેસ્ટર ઝૂ ખાતે લુપ્તપ્રાય સુમાત્રન વાઘનો સંવર્ધન કાર્યક્રમ
ઇગ્લેન્ડના ચેસ્ટર પ્રાણીસંગ્રહાલયમાં બે દુર્લભ સુમાત્રન વાઘના બચ્ચા પ્રથમ વખત બહાર આવ્યા છે, જેનાથી સંરક્ષણવાદીઓ ખુશ છે . બે મહિના પહેલા જન્મેલા બચ્ચા, પ્રથમવાર માતા-પિતા કસરના અને ડેશ સાથે રમતા કેમેરામાં કેદ થયા હતા. પ્રાણી સંગ્રહાલયના નિષ્ણાતોએ જાહેર કર્યું કે બંને બચ્ચા માદા છે અને ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પરના બે પર્વતોના નામ પરથી તેમનું નામ અલિફ અને રાયા રાખવામાં આવ્યું છે. વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ અનુસાર, જંગલમાં 400 થી ઓછા સુમાત્રન વાઘ બચ્યા છે, એટલે કે આ જાતી લુપ્ત થવાની આરે છે. જોડિયા ચેસ્ટર ઝૂ ખાતે લુપ્તપ્રાય પ્રજાતિના સંવર્ધન કાર્યક્રમનો ભાગ બનશે, જેનો ઉદ્દેશ્ય સંખ્યા વધારવા અને સુમાત્રન વાઘના ભાવિની સુરક્ષા કરવાનો છે.