સિંગલ-યુઝ પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરીને પર્યાવરણ બચાવો મિશન

0
180

મહિલાઓ અને યુવાનોને મળી રહી છે રોજગાર

સિંગલ-યુઝ પ્લાસ્ટિક વેસ્ટને રિસાયક્લિંગ કરીને પર્યાવરણને બચાવવાના મિશન પર, મહારાષ્ટ્રના પુણે સ્થિત ભારતીય સ્ટાર્ટ-અપ ઇકો કારી  કચરામાંથી શ્રેષ્ઠ ઉત્પાદન કરી રહ્યું છે. સપ્ટેમ્બર 2022 થી, કંપની ચિપ્સ પેકેટથી લઈને ઓડિયો અને વિડિયો કેસેટ સુધીના દરેક પ્રકારના પ્લાસ્ટિકના કચરાને રી સાઈકલ કરે છે .ઇકો નો અર્થ થાય છે “ઇકોલોજીકલ” અને કારી નો અર્થ “કારીગર”, જેનો અર્થ થાય છે કારીગરો. કચરો સંગ્રહ કરતી સંસ્થાઓ કંપની દ્વારા ઉત્પાદનો બનાવવા માટે જરૂરી કચરો સામગ્રીમાં પણ ફાળો આપે છે. ચરખા અને હેન્ડલૂમ જેવી પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરીને કચરાને રી સાઈકલ કરવામાં આવે છે, કાંતવામાં આવે છે અને વણવામાં આવે છે. પ્લાસ્ટિકના કચરાને નાબુદી કરવાના મિશન સાથે, ‘ઇકોકારી’ એ મહિલાઓ અને યુવાનોને રોજગાર આપીને તેમની આજીવિકા પણ સક્ષમ બનાવી છે.