HomeDeshમુકેશ અંબાણી ફરી એશિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા

મુકેશ અંબાણી ફરી એશિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા

મુકેશ અંબાણી 83.4 બિલિયન ડોલરની સંપત્તિ સાથે ફરી એકવાર એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે . વિશ્વના અમીરોમાં મુકેશ અંબાણી 9મા સ્થાને છે.  ગૌતમ અદાણી 47.2 બિલિયન ડોલરની સંપત્તિ સાથે અમીરોની વૈશ્વિક યાદીમાં 24માં સ્થાને આવી ગયા છે. 24 જાન્યુઆરી, 2023ની અબજોપતિઓની યાદી અનુસાર, અદાણી 24 જાન્યુઆરી, 2023ના રોજ 126 બિલિયન ડોલરની નેટવર્થ સાથે વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ હતા. હિંડનબર્ગ રિસર્ચના આરોપોને પગલે તેમની સંપત્તિમાં ઘટાડો થયો હતો. ગયા વર્ષે, મુકેશ અંબાણી ફોર્બ્સની આ પ્રખ્યાત અબજોપતિઓની યાદીમાં 10મા સ્થાને હતા અને તેમની કુલ સંપત્તિ 90.7 બિલિયન ડોલર હતી. મુકેશ અંબાણી હાલમાં આ વર્ષની યાદીમાં માઈક્રોસોફ્ટના સ્ટીવ બાલ્મર, ગૂગલના લેરી પેજ અને સર્ગેઈ બ્રિનથી આગળ છે. મુકેશ અંબાણી ફેસબુકના માર્ક ઝકરબર્ગ અને ડેલ ટેક્નોલોજીના માઈકલ ડેલ પણ આગળ છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments