વીર નર્મદ યુનિવર્સિટીમાં પ્રવેશ પરીક્ષામાં છબરડો

0
344

એન્કર :

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો એક છબરડો સામે આવ્યો છે જેમાં પીએચડીની પરીક્ષામાં 17 પ્રશ્નો ખોટા પૂછયા હતા . આ મામલે યુનિવર્સિટીને ફરિયાદ મળતા જ તેમણે તાત્કાલિક કમિટી બનાવીને તપાસ હાથ ધરી હતી. જે તપાસમાં કમિટીને 17 પ્રશ્ન ખોટા મળી આવ્યા હતા. જેથી કમિટીએ 34 માર્ક્સ આપવાની ભલામણ સિન્ડિકેકેટે મંજૂર કર્યુ છે. આ કમિટીએ સમગ્ર તપાસ હાથ ધરીને રિપોર્ટ બનાવી યુનિવર્સિટીને આપ્યો હતો. ત્યારબાદ આ રિપોર્ટને સિન્ડિકેટમાં મૂકવામાં આવ્યો હતો. જે પછી સિન્ડિકેટ બેઠકમાં સભ્યોએ આ મામલે ભારે ચર્ચા વિચારણા કર્યા બાદ મંજૂર કર્યો હોવાનું જણાયું છે. તપાસ કમિટીના અહેવાલ મામલે કુલપતિ ડો. કે. એન. ચાવડા સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે, પબ્લિક એડમિનિસ્ટ્રેશનની પીએચડીની પ્રવેશ પરીક્ષામાં 17 પ્રશ્ન ખોટા પુછવામાં આવ્યા હતા. એક પ્રશ્ન બે માર્ક્સનો છે. જેથી પરિણામમાં 34 ગુણ એડ કરવામાં આવશે.