બાંગ્લાદેશના સૌથી મોટા કાપડ બજારમાં આગ

0
591

અસંખ્ય દુકાનો બળીને ખાખ, આર્મી અને એરફોર્સે કમાન સંભાળી

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં કપડાના સૌથી મોટા બજાર બંગાબજારમાં ભીષણ આગ લાગી હતી. અહીં છ હજારથી વધુ કપડાની દુકાનો છે. કહેવાય છે કે અત્યાર સુધીમાં બે ડઝનથી વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. આર્મી અને એરફોર્સે રાહત અને બચાવની કમાન સંભાળી લીધી છે. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. બાંગ્લાદેશી મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આગ પર હજુ સુધી કાબૂ મેળવી શકાયો નથી. ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે તેમની પાસે આગ પર કાબૂ મેળવવા માટે પૂરતું પાણી નથી. લશ્કરના જવાનો પાણીની વ્યવસ્થા કરીને આગ પર કાબૂ મેળવવા માટે આકાશમાંથી પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આગના કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા ઉડી રહ્યા છે.