5 વર્ષમાં ત્રીજીવાર આવી હરકત કરી
ચીનેક્યારેય અરુણાચલ પ્રદેશને ભારતના રાજ્ય તરીકે માન્યતા આપી નથી. તેઓઅરુણાચલને ‘દક્ષિણ તિબેટ’ના ભાગ તરીકે વર્ણવે છે. તેઓનો આરોપ છે કે ભારતેતેમના તિબેટના પ્રદેશ ઉપર કબજો કરીને તેને અરુણાચલ પ્રદેશ બનાવી દીધું છે.ચીને પોતાના નકશામાં અરુણાચલપ્રદેશની સરહદે આવેલા વિસ્તારમાં 11 સ્થળોના નામ બદલ્યા છે. ચીને છેલ્લા 5 વર્ષમાં ત્રીજી વખત આવી હરકત કરી છે. અગાઉ 2021માં ચીને 15 જગ્યા અને 2017માં 6 જગ્યાઓના નામ બદલ્યા હતા.ચીનની સિવિલઅફેર મિનિસ્ટ્રીએ 11 નામ બદલવા અંગે મંજૂરી આપી દીધી છે. આ દરેક વિસ્તારજેંગનેન(ચીનના દક્ષિણ રાજ્ય શિજિયાંગનો ભાગ)માં આવે છે. તેમાંથી 4 રહેણાંકવિસ્તાર છે. તેમાંથી એક વિસ્તાર અરૂણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગરથી ખૂબ જનજીક છે. 5 પહાડી ક્ષેત્ર અને બે નદીઓ છે. ચીને આ વિસ્તારના નામ મન્દારિનઅને તિબેટીયન ભાષામાં રાખ્યા છે.