દિલ્હીની ટીમે રાજકોટ એરપોર્ટ પર તપાસ હાથ ધરી,જાણો કેમ

    0
    163

    રાજકોટમાં રવિવારે બપોરનાં સમયે ફ્લાઈટ રનવે ઉપર હતી ત્યારે જ એક રીક્ષા ચાલક એરપોર્ટના બે ગેટ તોડી રીક્ષા સાથે રનવે નજીક પહોંચી ગયો હતો. આ ઘટનાની છેક દિલ્હી સુધી ખૂબ ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે. જેને લઈને દિલ્હીની ટીમો રાજકોટ એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી. સમગ્ર મામલે જે-તે સમયે ફરજ ઉપર હાજર CISFનાં કર્મચારીઓ તેમજ સ્ટાફની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ માટે બેદરકારી દાખવનાર સામે કડક પગલાં લેવાય તેવા નિર્દેશ મળી રહ્યા છે. બીજીતરફ રીક્ષાચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં રિક્ષાચાલકે નશાની હાલતમાં આ ભૂલ કરી હોવાનું સામે આવ્યું છે રાજકોટના એરપોર્ટ પર અવારનવાર સેલીબ્રીટી,મંત્રી કે ધારાસભ્ય આવતા હોય છે. ત્યારે એરપોર્ટ પર આવેલા વીઆઇપી ગેઇટ અને એન્ટ્રી ગેઇટ પર સીઆઈએસએફના અંદાજીત 15થી 20 જવાનો સતત તૈનાત રહે છે. તેમજ એન્ટ્રી ગેઇટ પર કોઈપણ નાનું વાહન પણ ત્યાં અંદર જતું જોવા મળે તો તરત તેની સઘન પૂછપરછ કરવામાં આવી છે..