શરીર ની ચરબી પણ માખણ ની જેમ પીગળશે
નહિ પડે વર્ક આઉટ ની જરૂર
વજન ને નિયંત્રણ માં રાખવું એ ખુબ જ અઘરું બની ગયું છે ,ખાસ કરી ને ઉનાળા ની સીઝન માં વધતી ગરમી અને પરસેવા ના કારણે આ કામ વધુ મુશ્કેલ લાગતું હોય છે.લોકો ઉનાળા માં ઠંડા પવન માં બેસી ને ઠંડી ચીજ વસ્તુઓ જેવી કે આઈસ્ક્રીમ,શ્રીખંડ ,ઠંડા પીણા વગેરે પણ ખાતા હોય છે જેના કારણે તેમનું શરીર ને નિયંત્રણ માં રાખવાનું સપનું સાકાર બની શકતું નથી.પરંતુ હવે આ સપના ને સાકાર કરવા માટે અમે એક એવું પીણું આપના માટે લઇ ને આવ્યા છીએ કે જે આપના સ્વાસ્થ્ય ની સાથે સાથે આપને પાતળા અને સુડોળ બનવા માં પણ મદદ કરશે.
આ ડ્રીંક બનાવા માટે વપરાતી જરૂરી સામગ્રી
એક કપ પાણી
એક લીંબુ
એક અડધી ચમચી મધ
અડધી ચમચી સબ્જા બીજ
અડધી ચમચી જીરા પાઉડર
આ હેલ્થી ડ્રીંક બનાવાની પદ્ધતિ
સૌ પ્રથમ એક કપ જેટલું પાણી લો,ત્યાર બાદ તેને નવશેકું ગરમ કરો અને તેમાં સબજા બીજ ઉમેરો ત્યાર પછી તેમાં થોડું મધ અને જીરા પાવડર પણ ઉમેરો અને થોડું ઠંડુ પાડવા દો.આ હેલ્થી ડ્રીંક ને જમવાના એક કલાક પેહલા થોડા થોડા ઘૂંટડા મારી ને પીવો જેના થી તમારા શરીર નીચારબી એકદમ ઓગળવા લાગશે અને તમે પણ સુંદર અને સુડોળ શરીર બનાવી શકશો.