ઈલોન મસ્કે જ્યારથી ટ્વિટરની કમાન સંભાળી છે.ત્યારથી ટ્વિટરમાં સતત પરિવર્તન કરી રહ્યાં છે. ઈલોન મસ્કે ટરનો લોગો બદલી નાખ્યો છે. હવે વેબસાઈટ વર્ઝનમાં વાદળી ચકલીની જગ્યાએ ડોગ જોવા મળી રહ્યો છે. પહેલા તેમણે બ્લૂ ટિક માટે સબ્સક્રિપ્શન સેવા શરૂ કરી હતી અને હવે તેમણે ટ્વિટરનો લોગો બદલી નાખ્યો છે. આ અંગે ન મસ્કે પણ એક ફની પોસ્ટ શેર કરી અને તેના એકાઉન્ટ પર ડોગે મીમ શેર કરતો ટ્વિટ કર્યો છે. ટ્વિટરના પેજ પર ગયા બાદ લોકો ટ્વિટરના લોગોની જગ્યાએ ડોગેની તસવીર જોઈ રહ્યા હતા. જોકે આ ફેરફાર ટ્વિટરના વેબ પેજ પર છે અને હાલમાં યુઝર્સ ટ્વિટર મોબાઈલ એપ પર માત્ર બ્લુ બર્ડનો જ લોગો આવે છે