બંદૂક અને બોમ્બ સાથે રેલીઓ ન કરોઃમમતા બેનર્જી

0
240

પશ્ચિમ બંગાળના હાવડા અને હુગલીમાં રામ નવમીના શોભાયાત્રા દરમિયાન થયેલી હિંસા પર મુખ્યમંત્રી મમતા બેનર્જીનું નિવેદન સામે આવ્યું છે. મમતા બેનર્જીએ કહ્યું છે કે રામ નવમી પર શોભાયાત્રા કાઢવામાં અમને કોઈ વાંધો નથી, પરંતુ બંદૂક અને બોમ્બ સાથે રેલીઓ ન કરો.આ સાથે મમતા બેનર્જીએ સવાલ પૂછ્યો કે જ્યારે શોભા યાત્રા માટે અનેક રૂટ છે તો પછી લઘુમતીઓના વિસ્તારોમાં શા માટે શોભાયાત્રા કાઢવામાં આવી.. ભાજપ પર પ્રહાર કરતા મમતા બેનર્જીએ જણાવ્યું હતું તે ભાજપના નેતાઓ રાજ્યને બરબાદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હિંસામાં જેમની સંપત્તિને નુકસાન થયું છે તેમને વળતર આપવામાં આવશે.